What are the gold standard Vitamin B12 Tests?
News

વિટામિન બી૧૨ ની ઉણપ માટે નો ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ શું છે ?

by Jigar Parmar on Jan 22, 2023

વિટામિન બી૧૨ ની ઉણપના નિદાન માટે જરૂરી એવાં લેબોરેટરી ટેસ્ટ જોઈએ
તે પહેલાં, આપણે સમજવું પડશે કે

  1. વિટામીન બી૧૨ શું છે ? અને
  2. વિટામીન બી૧૨ ની ઉણપ શું છે ? અને તેનાં ચિહ્નો અને લક્ષણો ક્યાં-ક્યાં છે‌ ?

 

તમારા ડૉક્ટર ક્યારે તમને વિટામિન બી૧૨ ની ઉણપ માટે નાં લેબોરેટરી ટેસ્ટ કરવા માટે કહે છે ??
મોટે ભાગે વિટામિન બી૧૨ નાં લેબોરેટરી ટેસ્ટ ત્યારે સૂચવવામાં આવે છે જ્યારે તમારાં શરીરમાં વિટામિન બી૧૨ ની ઉણપના ચિહ્નો અને લક્ષણો જોવા મળતાં હોય અથવા કેટલાક રોગો ની પરિસ્થિતિઓ હાજર હોય જેવી કે…

  • પરનિસિયસ એનિમિયા
  • ભુખ મરી જવી
  • મોઢું આવી જવું
  • મોઢા માં ચાંદા પડવા
  • જઠરનો સોજો આવવો
  • મૂંઝવણ અનુભવવી
  • શરીર માં નબળાઈ આવવી
  • યાદશક્તિ માં ઘટાડો થવો
  • શરીર નું સંતુલન ગુમાવવું ( ચક્કર આવવા)
  • શરીર માં સંવેદનાઓ ગુમાવવી
  • મૂડ સ્વિંગસ આવવા
  • હાથ-પગમાં ખાલી ચડવી વગેરે…

 

કોને વિટામિન બી૧૨ ટેસ્ટ લેવાની જરૂર છે?
તમારું શરીર કુદરતી રીતે વિટામિન બી૧૨ ઉત્પન્ન કરતું નથી. વિટામિન બી૧૨ માછલી, માંસ અને દુધ જેવા પ્રાણીજન્ય ખોરાકમાંથી મેળવવામાં આવે છે. મોટેભાગે વિટામિન બી૧૨ ની ઉણપ જોવા મળે છે:

  • બાળકોમાં
  • વૃદ્ધ લોકોમાં
  • શાકાહારી લોકોમાં
  • વિગન લોકોમાં
  • ડાયાબિટીસ ધરાવતા લોકોમાં
  • જે લોકો ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી કરાવી ચુકેલા છે તેવા લોકોમાં
  • સ્તનપાન કરાવતી માતાઓ તેમના વિટામીન બી૧૨ નાં સ્તરનું ટેસ્ટ કરવી શકે છે જો તેમનામાં વિટામિન બી૧૨ ની ઉણપ ના લક્ષણો હોય અથવા તેઓ ઉપરના જૂથમાં સમાવિષ્ઠ થતાં હોય.
  • હાર્વર્ડ હેલ્થ પબ્લિકેશન્સ અનુસાર, જો સ્તનપાન કરાવતી માતાઓમાં બી૧૨ નું પ્રમાણ ઓછું હોય, તો તેના શિશુમાં ન્યુરોલોજીકલ નુકસાન થવું અને શિશુને વિકાસલક્ષી સમસ્યાઓનું જોખમ વધે છે.
  • વિટામિન બી૧૨ ની ઉણપ નું યોગ્ય અને સચોટ નિદાન ક્લિનિકલી અને લેબોરેટરી ટેસ્ટ દ્વારા કરી શકાય છે. જે નીચે આપેલ છે…

 

1) સીરમ વિટામિન બી૧૨ નો ટેસ્ટ: સીરમ વિટામિન બી૧૨ નાં ટેસ્ટ નો ઉપયોગ વિટામિન બી૧૨ ની ઉણપના નિદાન માટે થાય છે, આ ટેસ્ટ માં લોહી માં હાજર રહેલાં વિટામિન બી૧૨ નાં પ્રમાણ ને માપવામાં આવે છે.

સીરમ વિટામિન બી૧૨ નો ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે?

  • સીરમ વિટામિન બી૧૨ નાં ટેસ્ટ પહેલા કોઈ ખાસ તૈયારીઓની જરૂર હોતી નથી, આ ટેસ્ટ કોઈપણ સમયે કરી શકાય છે. તમારે માત્ર લેબોરેટરી ટેસ્ટ માટે‌ લોહીનો નમૂનો આપવા જવું પડે છે.
  • લેબોરેટરી ટેકનીશ્યન તમારા હાથની લોહી ની નસમાં સોય નાખીને લોહીના નમૂનો એકત્રિત કરે છે અને પછી આ નમૂનાને જંતુરહિત ટ્યુબમાં એકત્રિત કરવામાં આવે છે.
  • અને પછી આ નમૂનાને વધુ વિશ્લેષણાત્મક તકનીકો જેવી કે ક્રોસિરમ વિટામિન બી૧૨ મેટોગ્રાફી, ઇમ્યુનોસેઝ વગેરે દ્વારા તપાસ કરવામાં આવે છે. તાજેતરના સમયમાં સચોટ પરિણામો મેળવવા માટે રેડિયોઆઈસોટોપ તકનીકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે…

 

સીરમ વિટામિન બી૧૨ નાં ટેસ્ટ નાં પરિણામો અને તેનું લોહી માં સામાન્ય પ્રમાણ:

સામાન્ય રીતે, લોહી માં સીરમ વિટામિન બી૧૨ નું સામાન્ય પ્રમાણ : ૧૭૦ થી ૨૦૦ પીજી/મીલી અથવા ૧૨૬ થી ૧૫૫ પીમોલ/લીટર વચ્ચે હોય છે. લોહી માં સીરમ વિટામિન બી૧૨ નું તેનાથી ઓછું પ્રમાણ વિટામિન બી૧૨ ની ઉણપ દર્શાવે છે

એકવાર લેબોરેટરી ટેસ્ટ નું રીઝલ્ટ આવે, પછી, હેલ્થ કેર પ્રોફેશનલ ડોકટરો વિટામિન બી૧૨ ની ઉણપની ગંભીરતાને ઓળખશે, અને તેઓ વિટામિન બી૧૨ ની ઉણપ ના ચોક્કસ નિદાન માટે વધુ સારી લેબોરેટરી તપાસ (નીચે આપેલ) નું સૂચન કરશે

 

2) એમએમએ (મિથાઈલમેલોનિક એસિડ) ટેસ્ટ: એમએમએ ટેસ્ટનો ઉપયોગ વિટામિન બી૧૨ ની ઉણપનું નિદાન કરવા માટે થાય છે કારણ કે તે સીરમ વિટામિન બી૧૨ નાં ટેસ્ટ કરતાં વધુ સચોટ હોય છે.

  • આ ટેસ્ટ માં તમારા લોહી અથવા પેશાબમાં હાજર રહેલા એમએમએની માત્રાને માપવામાં આવે છે.
  • એમએમએ એ શરીરના કોષોમાં ચયાપચયની પ્રક્રિયા દરમિયાન થોડી માત્રામાં બનતો પદાર્થ છે ચયાપચયની પ્રક્રિયા - તમારા શરીર દ્વારા ખોરાક ને ઊર્જામાં ફેરવવાની ક્રિયા ને ચયાપચયની પ્રક્રિયા કહેવામાં આવે છે.
  • વિટામિન બી૧૨ ચયાપચય ની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જો તમારા શરીરમાં પૂરતાં પ્રમાણમાં વિટામિન બી૧૨ ન હોય તો તેનાં લીધે શરીરમાં એમએમએ ની માત્રા વધે છે.
  • જ્યારે ડૉક્ટરને બાળકોમાં ( ઇનફ્નટસમા‌ ) મેથાઈલમાલોનિક એસિડિમિયાની પરિસ્થિતિની શંકા જણાય, ત્યારે પણ ડોક્ટર દ્વારા મેથાઈલમાલોનિક એસિડ ટેસ્ટને બાળકોમાં જોવા મળતાં દુર્લભ આનુવંશિક ડિસઓર્ડર નાં નિદાન માટે સુચવવામાં આવે છે.

એમએમએ (મેથિલમાલોનિક એસિડ) ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે?
એમએમએ ટેસ્ટ લોહી નાં નમુના અને પેશાબ નાં નમુના દ્વારા કરી શકાય છે તેથી ..
બંને ટેસ્ટ અલગ અલગ રીતે કરવામાં આવે છે!

  1. એમએમએ બ્લડ ટેસ્ટ: આ ટેસ્ટ કરતાં પહેલાં કોઈ ખાસ પૂર્વ તૈયારીની જરૂર પડતી નથી. બ્લડ ટેસ્ટ દરમિયાન, લેબોરેટરી ટેકનીશ્યન દ્વારા નાની સોયનો ઉપયોગ કરીને તમારા હાથની નસમાં સોય દાખલ કર્યા પછી તેમાંથી લોહીનો નમૂનો લેવામાં આવે છે, અને તમારૂ લોહી થોડી માત્રામાં ટેસ્ટ ટ્યુબ અથવા શીશીમાં એકત્રિત કરવામાં આવે છે. જ્યારે સોયને તમારી હાથની નસની અંદર દાખલ કરવામાં આવશે ત્યારે તમને થોડો દુખાવો થશે. આ ટેસ્ટમાં સામાન્ય રીતે છ મિનિટથી ઓછો સમય લાગે છે.
  2. એમએમએ યુરીન ટેસ્ટ: આ ટેસ્ટ રેન્ડમ પેશાબના નમૂના અથવા 24-કલાકના પેશાબના નમૂના દ્વારા કરી શકાય છે, 24-કલાકના પેશાબના નમૂના માટે તમારે તમારો પેશાબ‌ પેશાબના નમૂના એકત્ર કરવાનાં કન્ટેનરમાં એકત્રિત કરવો પડશે.

રેન્ડમ પેશાબના નમૂનો એકત્ર કરવો એ એક વખતની પ્રક્રિયા છે, જેમાં તમે ગમે ત્યારે પેશાબનો નમૂનો એકત્ર કરીને લેબોરેટરી ટેકનીશ્યનને ટેસ્ટ કરવા માટે આપી શકો છો.

24-કલાકના પેશાબના નમૂનામાં‌ આખા દિવસ દરમિયાન કરવામાં આવતા પેશાબને એકત્રિત કરવામાં આવે છે.

24-કલાકના પેશાબના નમૂનાને એકત્રિત કરવાની પ્રક્રિયા:
સૌ પ્રથમ તમારા પેશાબના કન્ટેનરમાં તારીખ અને સમય સાથે તમારા નામનું લેબલ લગાવો. સવારથી જ આ કન્ટેનરમાં પેશાબના નમૂનાને એકત્ર કરવાનું શરૂ કરો અને સમય નોંધી લો કારણ કે તેના પછીના 24-કલાક સુધી તમારે તમારા પેશાબને કન્ટેનરમાં એકત્ર કરવો પડશે, અને તેનાં વચ્ચેનાં સમયગાળામાં કન્ટેનરને ઠંડી જગ્યાએ/રેફ્રિજરેટરમાં મૂકો. પેશાબના નમૂના એકત્રિત કર્યા પછી, કન્ટેનરને લેબોરેટરી ટેકનીશ્યનને ટેસ્ટ કરવા માટે આપી દો.

એમએમએ બ્લડ ટેસ્ટ/યુરીન ટેસ્ટ નું પરિણામ અને તેનું સામાન્ય પ્રમાણ: એમએમએ નું વધારે પ્રમાણ વિટામિન બી૧૨ ની ઉણપ, કિડની નાં રોગો અથવા ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળી શકે છે.
કિડનીનાં રોગોમાં એમએમએ પેશાબમાં યોગ્ય રીતે વિસર્જિત થતું નથી, તેથી તે લોહીમાં એકઠું થાય છે.

એમએમએ નું સામાન્ય પ્રમાણ:
એમએમએ બ્લડ ટેસ્ટ : 53-376 nmol/l હોય છે
એમએમએ પેશાબ ટેસ્ટ : 0.0-3.6 nmol/mol હોય છે
CRT ( મિલીમોલ્સ પર મોલ્સ ઓફ ક્રિએટાઇન )

 

3) હોમોસિસ્ટીન ટેસ્ટહોમોસિસ્ટીન ટેસ્ટ લોહીમાં હોમોસિસ્ટીનનું પ્રમાણ નક્કી કરવામાં મદદ કરે છે.

  • હોમોસિસ્ટીન એ એમિનો એસિડ છે જે શરીરના કોષોમાં ઓછા પ્રમાણમાં હાજર હોય છે. અને તે શરીરમાં વિટામિન બી૧૨, બી૬ અને ફોલિક એસિડ દ્વારા સતત નાના અણુઓમાં વિભાજિત થતું રહેતું હોય છે.
  • લોહીમાં હોમોસિસ્ટીનનું પ્રમાણ વધવું એ વિટામિન બી૧૨, બી૬ અથવા ફોલિક એસિડની ઉણપના કારણે, અથવા આઇસોનિયાઝિડ, પેનિસિલામાઇન, કાર્બામાઝેપિન જેવી દવાઓનો ઉપયોગ ના કારણે અથવા ધૂમ્રપાનને કારણે પણ હોય છે.
  • લોહીમાં હોમોસિસ્ટીનનું પ્રમાણ વધવાથી ધમનીની દિવાલો જાડી થાય છે, જેનાં લીધે સ્ટ્રોક અને હ્રદય ના હુમલા નું જોખમ પણ વધે છે.

હોમોસિસ્ટીન ટેસ્ટ નાં પરિણામ અને તેનું સામાન્ય સ્તર:
પુરુષ માટે સામાન્ય સ્તર: 1 - 2.12 mg/l હોય છે
સ્ત્રી માટે સામાન્ય સ્તર: 0.53 - 2 mg/l હોય છે