શરીર માં વિટામિન બી12 નું શોષણ ઘટાડનારી પાંચ જાણીતી દવાઓ !
આપણે જાણીએ છીએ કે,
ડોક્ટર આપણને રોગ માંથી સ્વસ્થ કરવા માટે દવાઓ લખી આપે છે. જો કે, આ દવાઓ કેટલીક વખત આપણાં શરીરમાં આડઅસર પણ કરતી હોય છે.
દવાની આવી આડઅસરો જુદા જુદા પરિબળો પર આધારીત છે …
તો ચાલો આપણે આજે નીચેના આ બે પરિબળો વિશે ચર્ચા કરીએ :
1) દવાની શરીર ના ચોક્કસ સિસ્ટમ પર અસર નાં કારણે
2) આપણા શરીરમાં દવા લેવાની રીત નાં કારણે
જુઓ, આ તે દવાઓ છે. જે નીચે આપેલ શરીર ની સિસ્ટમ પર કાર્ય કરતી હોય છે…
-
પીપીઆઈ અને એચ-2 રીસેપ્ટર્સ એન્ટાગોનિસ્ટ,
એન્ટાસિડ - પ્રવાહી અને ગોળીઓ,
લેક્ઝેટીવ અને કબજિયાતમાં રાહત કરતાં સંયોજનો
આ દવાઓ પાચન તંત્ર પર કાર્ય કરે છે
(જઠર અને આંતરડા) -
મેટફોર્મિન.
આ દવાઓ અંતઃસ્ત્રાવી તંત્ર પર કામ કરે છે
(સ્વાદુપિંડ) -
એસ્પિરિન.
આ દવાઓ હ્રદય અને રકત્તવાહીની તંત્ર પર કામ કરે છે
(હ્રદય અને રકત્ત)
અને, સામાન્ય રીતે દવાઓ:
મૌખિક (મુખ દ્વારા)
પેરેંટરલ (ઇન્જેક્શન દ્વારા I.V. & I.M.)
સુઘી ને (નાક દ્વારા)
જ્યારે તમે મુખ દ્વારા દવા લો છો,
ત્યારે આ દવાઓ પાચનતંત્રમાંથી પસાર થાય છે અને જઠર અથવા આંતરડામાં સૌથી અંદરનાં મ્યુકોસલ એપિથેલિયલ કોષો દ્વારા શોષાતી હોય છે
એપિથેલિયલ કોષો નીચે મુજબ ના સ્તરો બનાવે છે
-
જઠર નું સ્તર
જે પેરાઇટલ કોષો (તે જઠર રસ પેપ્સીન નો સ્ત્રાવ કરે છે) અને મુખ્ય કોષો (તે HCL અને ઇનટ્રીનસીક ફેકટર નો સ્ત્રાવ કરે છે) દ્વારા બનેલું હોય છે.
-
આંતરડાં નું સ્તર
આંતરડાંમાં એપિથેલિયલ સ્તર અસંખ્ય ઘડીઓ બનાવે છે, જેથી સપાટીનો વિસ્તાર વધે અને પોષક તત્વો નું શોષણ ખુબ ઝડપથી થાય છે
પીપીઆઈ અને એચ-2 રીસેપ્ટર્સ એન્ટાગોનિસ્ટ,
એન્ટાસિડ - પ્રવાહી અથવા ગોળીઓ,
લેક્ઝેટીવ અને કબજિયાતમાં રાહત કરતાં સંયોજન
મેટફોર્મિન
એસ્પિરિન
— (આ બધી દવાઓ સામાન્ય રીતે મુખ દ્વારા લેવાય છે)
અને તેનાં લીધે -
- પેટ નો દુઃખાવો
- અપચો અને પાચક સ્ત્રાવમાં ઘટાડો
- જઠરનો સોજો અને શોષણ માં ઘટાડો
- પાચન તંત્ર ને નુકસાન અને આંતરિક રક્તસ્રાવ પણ થતો હોય છે.
આજકાલ, લોકો દવા અવાર નવાર ડોક્ટર નાં પ્રિસ્ક્રિપ્શન વગર લેતા હોય છે આ દવાઓ વિશે જાણકારી હોવી ખુબ જરૂરી છે!!
તમારે, આ પાંચ દવાઓ વિશે જાણવું જોઈએ જે નીચે આપેલ છે
1.પીપીઆઈ અને એચ-2 રીસેપ્ટર્સ એન્ટાગોનિસ્ટ :
આ દવાનો ઉપયોગ જઠરરસ નાં સ્ત્રાવને ઘટાડીને તમારી એસિડિટીની તકલીફ ને દૂર કરવા માટે થતો હોય છે જે તમારા છાતીમાં થતી બળતરા માં રાહત કરી દે છે.
પરંતુ,
ઓછા જઠર રસ નાં કારણે ખોરાક નું યોગ્ય રીતે પાચન થતું નથી અને ખોરાક સાથે પ્રવેશેલા સુક્ષ્મ જીવાણુંઓ ઓછા HCL નાં સ્ત્રાવનાં કારણે નાશ પામતા નથી અને આ અપાચીત ખોરાકનો ઉપયોગ કરી અને ગેસ ઉત્પન્ન કરે છે અને પેટ માં દુઃખાવો કરે છે.
(આ ગેસ ખરાબ ગંધ સાથે વારંવાર ઓડકાર અથવા વા છુટ દ્વારા શરીરમાંથી નીકાલ પામે છે)
ખાસ કરીને વિટામિન બી 12 ના કિસ્સામાં,
વિટામિન બી 12 સૌપ્રથમ પ્રોટીનથી અલગ થવુ જોઈએ, અને આંતરડામાં શોષવા માટે મુક્ત સ્વરૂપમાં ઉપલબ્ધ પણ થવુ જોઈએ.
ધ્યાન રાખો કે,લાંબા સમય સુધી સતત પીપીઆઈ લેવાથી વિટામિન બી12 નું શોષણ ઘટે છે, અને સીરમ વિટામિન બી12 નું સ્તર 200 પીજી/મીલી થી નીચે જતું રહે છે .
2.એન્ટાસિડ - પ્રવાહી અથવા ગોળીઓ :
આ દવાઓ ભારે ધાતુ આયનો અને બેઇઝ ની બનેલી છે
જેનાં કારણે -
- ઉલટી અને ઉબકા સાથે માથાનો દુખાવો
- કબજિયાત
- પેટમાં ચુક આવવી ( દુઃખાવો)
- ગેસ
- ઓસ્ટીયોપેનિયા (અસ્થિ ખનિજનો ઘટાડો)
- અસ્થિવા (હાડકાનું નરમ પડવું) જેવી સમસ્યાઓ ઉદભવે છે .
સાથે સાથે ખોરાક નું શોષણ પણ ઘટાડે છે અને ખોરાક પચવામા પણ મુશ્કેલ બને !!
એન્ટાસિડ્સ જઠરમાં નાં એસિડને નિષ્ક્રિય કરી તમને પેટ માં થતી બળતરાથી તરત જ રાહત આપે છે, પરંતુ તેનાથી અપચો પણ થાય છે અને આ ખોરાક જઠરમાં લાંબો સમય સુધી પડી રહેવાથી પેટ માં દુઃખાવો, ઉલ્ટી અને ઉબકા થાય છે.
એન્ટાસિડ્સના લાંબા સમય સુધી ઉપયોગને કારણે તમારા હાડકા નરમ અને નાજુક બને છે, અને લાંબા ગાળે ક્બજિયાતની સમસ્યા પણ સર્જે છે.
અંતે, આ બધી પેટ ની સમસ્યાઓ વિટામિન બી12 નું શોષણ ઘટાડે છે.
3.લેક્ઝેટીવ અને કબજિયાતમાં રાહત કરતાં સંયોજનો :
આ સંયોજનો મીનરલ ઓઇલ (પ્રવાહી પેરાફિન) અને ભારે અણુઓથી બનેલા છે જે ખોરાકને પચવામાં ખૂબ મુશ્કેલ બનાવે છે.
અને તે આંતરડાના આંતરિક સ્તરમાં પાણી અને ક્ષારો નું સ્તર ના જળવાવાથી વધુ પાણી અને ક્ષાર શરીરમાંથી મળ અને મુત્ર દ્વારા વહી જાય છે.
આ સંયોજન મળ ને નરમ પાડii સહેલાઈથી મળ ને આંતરડામાંથી બહાર ધકેલે છે અને કબજિયાત માં રાહત આપે છે.
પરંતુ, આંતરડાં નાં આંતરિક સ્તરમાં નુકસાન પહોંચાડવાના કારણે પાણી અને ક્ષાર (પિત્ત ક્ષાર,સોડિયમ અને પોટેશિયમ વગેરે) નું પ્રમાણ શરીરમાં ઘટે છે .
અને તેનાં કારણે -
- પેટ નો દુઃખાવો
- ગેસ અને પેટ ભારે થવુ
- આંતરડાંમાં પોષક તત્વોનુ ઓછું શોષણ થવું
- ખુબ જ નબળાઇ અને ચક્કર આવે છે
અને આ ચોક્કસપણે આપણા શરીરમાં વિટામિન બી12 ની ઉણપ સર્જે છે.
4.મેટફોર્મિન :
ડાયાબિટીસ-મેલીટસ એ દીઘ્રકાલીન, જેનુ એકવાર ચોક્કસ નિદાન થાય તો તમારે આજીવન તેની સારવાર ચાલુ રાખવી પડે એમ છે.
ડોકટરો શરીરમાં શર્કરાના સ્તરને જાળવવા માટે અને ડાયાબિટીસની સારવાર માં મોટાભાગે સામાન્ય રીતે મેટફોર્મિન નામની દવાનો ઉપયોગ કરતાં હોય છે
પરંતુ,
જે લોકો લાંબા સમય થી અને મોટા ડોઝ માં આ દવા લેતા હોય, તેમના હોમોસિસ્ટીન સ્તરમાં વધારો અને સીરમ વિટામિન બી12 સ્તરમાં ઘટાડો થતો જોવા મળ્યો છે!
અને ડાયાબિટીસના દર્દીમાં કોશિકા સ્તરે વિટામિન બી12 ની ઉણપ સર્જે છે.
(એટલા માટે જ, હવે ડોક્ટરો પણ ડાયાબિટીસની દવા જોડે જોડે વિટામિન બી12 ની દવા પણ દેવા લાગ્યા છે.)
5.એસ્પિરિન :
આ એક સામાન્ય દવા છે જેનો ઉપયોગ માથાનો દુઃખાવો દૂર કરવા માટે (પીડાનાશક તરીકે) અને હૃદય અને રક્તવાહિનીઓ સંબંધિત રોગો ને અટકાવવા માટે લોહી પાતળું કરવા માટે થાય છે(ઉ.દા.લોહી નું ઉંચુ દબાણ, લોહી માં ચેપ, હૃદય ની રક્તવાહિનીઓ માં ચરબી જામવી)
એસ્પિરિન પાચનતંત્ર નાં સૌથી અંદરનાં સ્તર (મ્યુકોસલ સ્તર) પર ખુબ જ ખરાબ અસર કરે છે, અને તેનો નાશ પણ કરે છે.
મ્યુકોસલ સ્તરને નુકસાન થવાને કારણે, પેરીએટલ અને મુખ્ય કોષો પણ નાશ પામે છે અને અંતે ઇનટ્રીનસીક ફેકટર ના નાં હોવાને કારણે વિટામિન બી12 નું શોષણ થતું નથી, તેથી શરીરમાં વિટામિન બી12 નું સ્તર ઘટતું હોય છે.
સારાંશ :
સામાન્ય દવાઓ કે જે લોકો નિયમિતપણે લેતા હોય છે તે ચોક્કસપણે શરીરમાં વિટામિન બી12 નું શોષણ ઘટાડે છે, જેને લોકો ગંભીરતાથી લેતા નથી ! તેથી આવી દવાઓની સાથે sathe આપણે, આપણા સ્વાસ્થ્યને જાળવવા માટે વિટામિન બી12 ની પુરક દવાઓ અથવા વિટામિન બી12 યુક્ત આહાર લેવો જોઈએ.